યુકેમાં હીમ વર્ષા અને પૂર: 280 શાળાઓ બંધ: રોડ અને રેલ મુસાફરીને અસર
યુકેમાં હીમ વર્ષા અને પૂર: 280 શાળાઓ બંધ: રોડ અને રેલ મુસાફરીને અસર
Blog Article
યુકેમાં હીમ વર્ષા અને પૂરને કારણે સેંકડો શાળાઓ બંધ રાખવી પડી છે અને રોડ તથા રેલ મુસાફરીને વ્યાપક અસર થઇ છે. સમગ્ર યોર્કશાયર અને લેન્કેશાયરમાં 200થી વધુ શાળાઓ અને નોર્થ ઇસ્ટ સ્કોટલેન્ડમાં 80 શાળાઓ બંધ રાખવી પડી હતી. માન્ચેસ્ટર અને લિવરપૂલ એરપોર્ટ બંધ રખાયા હતા જેને રવિ
વારે સવારે ફરીથી ખોલાયા હતા. પર્યાવરણ એજન્સીએ સમગ્ર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 260થી વધુ પૂરની ચેતવણીઓ જારી કરી હતી. યુકેમાં શિયાળાનું અત્યાર સુધીનું સૌથી ઠંડું તાપમાન હાઇલેન્ડ સ્કોટલેન્ડના લોચ ગ્લાસકાર્નોચમાં રવિવારની રાત્રે -13.3°C (8.1F) નોંધાયું હતું. સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્ધર્ન ઈંગ્લેન્ડ અને મિડલેન્ડ્સમાં સ્નો અને આઇસ માટે યલો વોર્નીંગ અપાયેલી હતી જે સોમવાર બપોર સુધી અમલમાં રહેશે.
સાઉથ ઇંગ્લેન્ડમાં વરસાદ અને હળવા તાપમાન તથા બરફ પીગળવાને કારણે પૂરના જોખમ સર્જાયું છે અને સાઉથ ઈંગ્લેન્ડમાં 100થી વધુ પૂરની ચેતવણીઓ જારી કરવામાં આવી છે. પર્યાવરણ એજન્સી નદીના વધતા સ્તર પર નજર રાખી રહી છે, કેટલીક નદીઓ ક્ષમતાની નજીક છે.
લેસ્ટરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં મેલ્ટન, રટલેન્ડ, ચાર્નવુડના ભાગોમાં પૂરની ચેતવણીઓ આપી હતી. જ્યાં પોલીસ એજન્સીઓના સાથીદારો સાથે કામ કરી કરી છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં પર્યાવરણ એજન્સી તરફથી પૂરની 165 ચેતવણીઓ અપાઇ હતી. જેમાં યાલ્ડિંગ અને મેડસ્ટોન વચ્ચે રીવર મેડવે પર અને બીજી નજીકના લિટલ વેનિસ કન્ટ્રી પાર્ક અને મરિનામાં સામેલ છે.
એંબર વોર્નીંગ જીવન માટે વધુ જોખમ અને ગંભીર વિક્ષેપ સૂચવે છે, જ્યારે યલો વોર્નીંગ સંભવિત જોખમો દર્શાવે છે. સોમવારથી તાપમાન સરેરાશથી નીચે જવાની ધારણા છે અને વ્યાપક હિમ અને બર્ફીલી સ્થિતિની સંભાવના છે. હિમવર્ષા નોર્ધર્ન ઇંગ્લેન્ડના કેટલાક ગ્રામીણ વિસ્તારોને કાપી શકે છે અને મુસાફરીમાં વિલંબ અને પાવર કટનું કારણ બની શકે છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં 15 સેમી સુધી બરફ પડવાની ધારણા છે. નોર્ધર્ન વેલ્સ અને પીક ડિસ્ટ્રિક્ટ જેવા ઊંચા વિસ્તારોમાં 40 સેમી સુધી ભારે બરફ પડવાની સંભાવના છે. બિંગલી, વેસ્ટ યોર્કશાયરમાં 16 સેમી બરફ નોંધાયો હતો, જ્યારે કમ્બ્રીઆ અને સાઉથ સ્કોટલેન્ડમાં ભારે હિમવર્ષા ચાલુ રહી હતી. નોર્થ યોર્કશાયરમાં હેરોગેટમાં છેલ્લા કેટલાક દિવસોમાં છ ઇંચ હિમવર્ષા જોવા મળી હતી. નેશનલ હાઇવેઝે બર્ફીલા રસ્તાઓ પર વાહનવ્યવહાર ચાલુ રહી શકે તે માટે 500 ગ્રીટિંગ લૉરીઓ અને 240,000 ટન મીઠાનો સંગ્રહ કરવાનો અહેવાલ આપ્યો છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીની એમ્બર કોલ્ડ વેધર હેલ્થ એલર્ટ સમગ્ર ઈંગ્લેન્ડ માટે સક્રિય રહે છે.
આયર્લેન્ડમાં, હજારો ઘરો અને વ્યવસાયો પાણી અને વીજળી વિનાના રહ્યા હતા. આઇરિશ ઇલેક્ટ્રિસિટી સપ્લાય બોર્ડ (ESB) કહ્યું હતું કે 41,000 ઘરો અને બિઝનેસીસ વીજળી વિના રહ્યા હતા. તો આઇરિશ વોટર ઓથોરિટીએ કહ્યું હતું કે નોર્થ-વેસ્ટ પ્રદેશમાં ભારે હિમવર્ષા પછી તેટલી જ સંખ્યામાં લોકોને પાણી પહોંચ્યું ન હતું.
280 શાળાઓ બંધ
નોર્થ ઇસ્ટ ઇગ્લેન્ડમાં હિમવર્ષાના કારણે લગભગ 100 શાળાઓ ક્રિસમસ હોલીડેઝ બાદ આજે સોમવારે બંધ રહી હતી. નોર્થ યોર્કશાયરમાં ઓટલેન્ડ્સ, વેસ્ટર્ન અને ફોરેસ્ટ મૂરવી પ્રાથમિક શાળાઓ બંધ રહી હતી. ખરાબ હવામાનને કારણે સોમવારે નોર્ધર્ન ઈંગ્લેન્ડમાં વધુ શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી.
ઓલ્ડહામ કાઉન્સિલે પોતાની સાત શાળાઓ બંધ કરાઇ હોવાની અને લેન્કેશાયરમાં ચેડલ હુલ્મની એક શાળા અને બોલ્ટનમાં સીક્સ્થ ફોર્મ કોલેજ બંધ રાખી હતી. નોર્થ યોર્કશાયરમાં, હેરોગેટ ગ્રામર સ્કૂલ સહિત 12 શાળાઓ બંધ કરવામાં આવી હતી. સમગ્ર લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયરમાં સેંકડો શાળાઓ બંધ રખાઇ હતી તો નોર્થ ઇસ્ટ સ્કોટલેન્ડમાં 100 શાળાઓ બંધ છે. લેન્કેશાયરના બર્નલીમાં એક ડઝનથી વધુ શાળાઓ હિમવર્ષાને કારણે બંધ કરાઇ હતી. એબરડીનશાયર અને મોરેમાં હજારો બાળકો અને શિક્ષકોને ઘરે રહેવાનું કહેવાયું હતું.
હિમ વર્ષાના કારણે વાહનવ્યવહારને અસર
કેન્ટમાં એક રેલવે લાઇન પર એક વૃક્ષ પડતા ડોવર પ્રાયોરી અને કેન્ટરબરી વેસ્ટ વચ્ચે દોડતી ટ્રેનોને અસર થઇ હતી. નેશનલ રેલે કહ્યું છે કે ખરાબ હવામાન સાઉથ-વેસ્ટ ઈંગ્લેન્ડ અને નોર્થ વેલ્સમાં ટ્રેન સેવાઓને પણ અસર કરી રહ્યું છે. માન્ચેસ્ટર એરપોર્ટને “ભારે” બરફ પછી બે દિવસમાં બીજી વખત તેના બે રનવે બંધ કરવાની ફરજ પડી હતી.
હિમ વર્ષાના કારણે નોટિંગહામ અને ગ્રાન્થમ; પીટરબરો અને લેસ્ટર; ડર્બી અને ઇસ્ટ મિડલેન્ડ્સ પાર્કવે / નોટિંગહામ વચ્ચેનો માર્ગ બંધ કરાયો હતો અને સોમવારે પણ વિક્ષેપ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદ પછી ડર્બી અને લોંગ ઇટન વચ્ચેની રેલ્વે લાઇન પર પાણી ભરાઇ ગયું હતું. બ્રિસ્ટોલ પાર્કવે અને ગ્લોસ્ટર વચ્ચેના વિક્ષેપને પગલે, ગ્રેટ વેસ્ટર્ન રેલ્વેના ગ્રાહકોને ક્રોસકન્ટ્રી ટ્રેનોમાં તેમની ટિકિટનો ઉપયોગ કરવાની પરવાનગી અપાઇ હતી.
એબરડીન, લિવરપૂલ, બ્રિસ્ટોલ અને માન્ચેસ્ટરના એરપોર્ટ્સ બંઘ કરાયા
મંગળવારે આ આહેવાલ લખાય છે ત્યારે નોર્થ અને વેસ્ટ સ્કોટલેન્ડ તેમજ નોર્ધર્ન આયર્લેન્ડ માટે સ્નો અને આઇસની નવી યલો વોર્નીંગ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારે પૂર અને સ્નોના કારણે સમગ્ર યુકેમાં મુસાફરીમાં વિક્ષેપ પડી રહ્યો છે
મંગળવારે એબરડીન, લિવરપૂલ, બ્રિસ્ટોલ અને માન્ચેસ્ટરના એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી, પરંતુ તે એરપોર્ટ્સને હવે ફરીથી ખોલવામાં આવ્યા છે – જોકે હજૂ કેટલાક વિક્ષેપો બાકી છે.
હાલમાં લગભગ 130 પૂરની ચેતવણીઓ અમલમાં છે, જેમાં એક ગંભીર અને જીવન માટે જોખમની ચેતવણીનો સમાવેશ થાય છે. Report this page